PAKમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારોનો બદલો સરકાર ભારતીય મુસલમાનો સાથે લે છે: માયાવતી
નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના મુદ્દે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ અંગે માયાવતી (Mayawati) એ કહ્યું કે હું કેન્દ્ર સરકાર પાસે માંગણી કરું છું કે આ ગેરબંધારણીય કાયદો પાછો ખેંચે નહીં તો ભવિષ્યમાં ભયાનક પરિણામો જોવા મળશે. કોંગ્રેસે (Congress) કર્યું હતું તે રીતે ઈમરજન્સી જેવા હાલાત પેદા કરવા જોઈએ નહીં.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના મુદ્દે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ અંગે માયાવતી (Mayawati) એ કહ્યું કે હું કેન્દ્ર સરકાર પાસે માંગણી કરું છું કે આ ગેરબંધારણીય કાયદો પાછો ખેંચે નહીં તો ભવિષ્યમાં ભયાનક પરિણામો જોવા મળશે. કોંગ્રેસે (Congress) કર્યું હતું તે રીતે ઈમરજન્સી જેવા હાલાત પેદા કરવા જોઈએ નહીં.
નાગરિકતા કાયદો: જામિયા હિંસા મામલે 10 લોકોની ધરપકડ, આરોપીઓમાં એક પણ વિદ્યાર્થી સામેલ નથી
તેમણે કહ્યું કે સરકાર પોતાના સ્વાર્થ માટે કોઈ સમુદાય અને ધર્મની ઉપેક્ષા અને ભેદભાવ કરી રહી છે. નવા બનેલા કાયદામાં જોવા મળી રહ્યું છે. નવા કાયદામાં મુસ્લિમ સમાજ (Muslims) ની પૂરેપૂરી ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જે સંપૂર્ણ રીતે વિભાજનકારી છે. અમારી પાર્ટી તેને સંપૂર્ણ રીતે વિભાજનકારી, ગેરબંધારણીય ગણે છે.
નાગરિકતા કાયદો: આસામમાં સુધરી રહી છે સ્થિતિ, કરફ્યુ હટશે, ઈન્ટરનેટ સેવા પણ શરૂ
માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાકિસ્તાન (Pakistan) માં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો બદલો હિન્દુસ્તાનના મુસ્લિમો જોડે લઈ રહી છે. જે ન્યાયસંગત નથી અને માનવતાની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટ ભારતની ગરિમા પડવા દેશે નહીં. શિક્ષણ સંસ્થાઓ પણ તેની ચપેટમાં આવી ગઈ છે. કેન્દ્ર પાસે માગણી કરું છું કે આ વિભાજનકારી કાયદો પાછો ખેંચે. અમે લોકોએ આજે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
BJPએ નાગરિકતા કાયદા વિરુદ્ધના આંદોલનને ખતમ કરવાનો તોડ શોધી કાઢ્યો, ખાસ જાણો
આ સાથે જ માયાવતીએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકારવામાં આવ્યો છે. આ કાયદાને લઈને સમગ્ર દેશમાં હિંસક ઘટનાઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં અમે આજે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો છે. અત્રે નોંધનીય છે કે આજે યુપી વિધાનસભાનું શિયાળુ સત્ર પણ ચાલુ થયુ છે. જો કે સત્ર ચાલુ થતા જ વિપક્ષે હોબાળો મચાવતા સદનની કાર્યવાહી અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube